4 દિવસમાં ચોથો હુમલો કરી દહેશત ફેલાવી, અત્યાર સુધી 9 શ્રદ્ધાળુ-એક જવાને જીવ ગુમાવ્યા; ચાર દિવસનો આખો ઘટનાક્રમ જુઓ

જમ્મુ-કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા ચાર દિવસમાં ચાર આતંકવાદી ઘટનાઓ બની છે. જેમાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 1 જવાન શહીદ થયો હતો અને 2 આતંકીઓ માર્યા ગયા હતા. ત્રણ ઘટનાઓમાં 6 જવાનો સહિત કુલ 49 લોકો ઘાયલ થયા છે. ચારેય આતંકવાદી ઘટનાઓ ક્રમશઃ વાંચો…

તારીખ: 12 જૂન, રાત્રે 8:20 કલાકે
સ્થાન: ડોડા, જમ્મુ
શું થયું: ડોડાના ગંડોહમાં કોટા ટોપ ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)નો એક કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો હતો. હાલ તેને સારવાર માટે ડોડાની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.

તારીખ: 11 જૂન, બપોરે 1-2 વાગ્યે
સ્થાન: ડોડા, જમ્મુ
શું થયું: ભદરવાહ-પઠાણકોટ રોડ પર 4 નેશનલ રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. 5 સૈનિકો અને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ઘાયલ. આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સ (જેઈએમ/જૈશ)એ હુમલાની જવાબદારી લીધી છે.

તારીખ: 11 જૂન, રાત્રે 8 વાગ્યે
સ્થાન: કઠુઆ, જમ્મુ
શું થયુંઃ પાકિસ્તાન બોર્ડર પાસે હીરાનગરના સૈદા સુખલ ગામમાં બે આતંકવાદીઓએ ઘરના દરવાજા ખખડાવ્યા અને પાણી માગ્યું. ગ્રામજનોને શંકા જતાં તેઓએ દરવાજા બંધ કરી દીધા અને બૂમો પાડી. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જ્યારે એક ગ્રામજનો ઘાયલ થયો હતો. જ્યારે ડીઆઈજી અને એસએસપી પહોંચ્યા ત્યારે એક આતંકીએ તેમના વાહન પર ગોળીબાર કર્યો હતો. ગ્રેનેડ ફેંકતી વખતે તેનું મોત થયું હતું.

12 જૂનના રોજ, સતત બીજા દિવસે ચાલુ રહેલા એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસે આતંકવાદી પાસેથી અમેરિકન બનાવટની M4 કાર્બાઈન મળી આવી છે.

તારીખ: 9 જૂન, સાંજે 6:15 કલાકે
સ્થાન: રિયાસી, જમ્મુ
શું થયું: મોદી સરકારના શપથ ગ્રહણના દિવસે, આતંકવાદીઓએ શિવ ઘોડીથી કટરા જતી બસ પર 25-30 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં ડ્રાઇવરને ગોળી વાગી હતી. બસ ખીણમાં પડી હતી. જેમાં 9 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં. જ્યારે 41 ઘાયલ થયા હતા. પોલીસે શંકાસ્પદ આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો હતો. 20 લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. 200થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *