દિલ્હી:ઝારખંડમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ટાટાનગરના પોટોબેડા પાસે સેરાઈખેલામાં ટ્રેનના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, આ માહિતી રેલવે દ્વારા આપવામાં આવી છે.
હાવડા-સીએસએમટી એક્સપ્રેસ, ચક્રધરપુર ડિવિઝનના રાજખારસ્વન વેસ્ટ આઉટર અને બારામ્બુ વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી, આ ઘટનાની માહિતી મળતાની સાથે જ સીકેપી સહિતનો સ્ટાફ અને એડીઆરએમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પીડિતોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાવડા-CSMT એક્સપ્રેસના પાટા પરથી ઉતરી ગયેલા અકસ્માત બાદ રેલ્વેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.
આ હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરો
ટાટાનગર: 06572290324
ચક્રધરપુર: 06587 238072
રાઉરકેલા: 06612501072, 06612500244
હાવડા: 9433357920, 03326382217
રાંચી: 0651-27-87115.
HWH હેલ્પ ડેસ્ક: 033-26382217, 9433357920
ચક્રધરપુર ડિવિઝનમાં રાજખારસ્વન વેસ્ટ આઉટર અને બારામ્બુ વચ્ચે ચક્રધરપુર નજીક મંગળવારે સવારે 3:45 વાગ્યે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.