નવી દિલ્હીઃમહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે હવે નક્કી થઈ ગયું છે. નવા સીએમના નામની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાયુતિ ગઠબંધનની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ શિવસેના પ્રમુખ એકનાથ શિંદેને મનાવી લીધા છે અને હવે એકનાથ શિંદે CMએ CM પદ માટે પોતાનો દાવો છોડી દીધો છે. આ બધાની વચ્ચે હવે સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં સીએમ પદનો દાવો છોડવા માટે કેન્દ્ર સરકારે કેન્દ્રમાં એકનાથ શિંદેની પાર્ટીને ત્રણ મહત્વપૂર્ણ મંત્રાલયો આપવાનો નિર્ણય કર્યો છે. એકનાથ શિંદેને ત્રણ મંત્રાલયો આપવાની તૈયારી ચાલી રહી છેઃ શહેરી વિકાસ મંત્રાલય, જાહેર બાંધકામ મંત્રાલય અને જળ સંસાધન મંત્રાલય.